થાઈલેન્ડમાં ભગવાન શિવની પરિવાર સહીત વિશાલ પ્રતિમા જોઈને દંગ રહી ગયા અનુપમ ખેર…વિડીયો શેર કરીને વ્યક્ત કરી ખુશી…જુઓ

થાઈલેન્ડમાં ભગવાન શિવની પરિવાર સહીત વિશાલ પ્રતિમા જોઈને દંગ રહી ગયા અનુપમ ખેર…વિડીયો શેર કરીને વ્યક્ત કરી ખુશી…જુઓ

અનુપમ ખેર સોશિયલ મીડિઓયા પર બહુ જ એક્ટિવ જોવા મળે છે. તેઓ અવાર નવાર પોતાના ફેંસ ની સાથે વિડીયો શેર કરતાં રહેતા હોય છે. ત્યારે હાલમાં અનુપમ ખેર થાઈલેંડ ના બેંકોક શહેર માં છે. જ્યાથી તેમણે એક એવો વિડીયો શેર કર્યો છે કે જે જોઈને તમે પણ તમારી આંખો પર વિશ્વાસ નહી કરો જી હા તમને પણ લાગશે કે એવું તો અનુપમ ખેર એ ત્યાં સુ જોય લીધું કે તેઓ પણ ચકિત થઈ ગ્યાં

તમને જણાવી દઈએ કે થાઈલેંડ માં અનુપમ ખેર એ બીજું કઈ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ ના ભગવાન શિવ, પાર્વતિ અને ગણેશ ની બહુ જ મોટી સુંદર પ્રતિમા એક વિડીયો માં દેખાડી છે જે જોઈ ને આખું સોશિયલ મીડિયા હલ્લી ગયું છે. વાસ્તવમાં આભિનેતા અનુપમ ખેર એ બેંકોક ના એક બીજી રોડ થી આ વિડીયો શેર કર્યો છે. આ એક મિનિટ થી વધારે સામના વિડીયો માં તને જોઈ શકો છો કે અભિનેતા અનુપમ ખેર રસ્તાની એકબાજુ ઊભા છે અને ત્યાં જ રસ્તા ની બીજી બાજુ ભગવાન ની મૂર્તિઓ દેખાઈ રહી છે.

આ વિડિયોમાં અનુપમ ખેર બોલી રહ્યા છે કે મિત્રો ભારત ના દેવી દેવતાઓ , ભારતીય પરંપરા , ભારતીય સંસ્કૃતિ , મર્યાદા ની દુનિયામાં કેટલી જરૂરિયાત છે તે હું તમને દેખાડું છું. આગળ અભિનેતા કહે છે કે હું થાઈલેંડ માં છું. બેંકોક થી 3 કલાક ના સમયે છું. જુવો મે થાઈલેંડ ના હાઇવે પર શું જોયું છે. અહી રસ્તાના કિનારે ભગવાન શિવ, માં પાર્વતિ અને ગણપતિ ની પ્રતિમા પણ જોવા મળી છે. જાય શિવ શંભુ , મિત્રો આ છે ભારત ની મહાનતા. આ છે આપના દેવી દેવતાઓ ની હાજરી.

જે ના માત્ર આપના દેશમાં જ પરંતુ વિશ્વ ના તમામ દેશ ને આપનું વરદાન, પોતાના આશીર્વાદ આપે છે. જાય શિવ શંભુ. આ વિડીયો ને શેર કરતાં અનુપમ ખેર એ કેપશન માં લખ્યું છે કે થાઈલેંડ ના વ્યસ્ત નેશનલ હાઇવે પર શિવજી મહારાજ, પાર્વતિ જી અને ભગવાન ગણેશ ની વિશાળ મુર્તિ ને જોવી એ એક અદ્ભુત અનુભૂતિ હતી, ભગવાન નો આશીર્વાદ દરેક જગ્યાએ હોય છે. ઘણીવાર આપણે તેને સામાન્ય આંખોથી જોઈ શકતા નથી. ભોળાનાથ, ૐ નમઃ શિવાય.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *