દુબઇમાં બની રહેલા હિન્દૂ મંદિરની મુલાકાતે પોહચ્યાં અક્ષય કુમાર! જુઓ ત્યાંની આ ખાસ તસવીરો…

અક્ષય કુમાર વર્ષમાં 3 થી 4 ફિલ્મો આપવા માટે જાણીતા છે. અભિનેતાની ગયા વર્ષની લગભગ ફિલ્મો ફ્લોપ જોવા મળી હતી. આ વર્ષે તેમની ફિલ્મ સેલફી રિલિજ થઈ હતી. જેમાં તેઓ પહેલીવાર ઈમરાન હાસમી ની સાથે જોવા મળ્યા હતા. જોકે આ ફિલ્મ પણ બહુ સારી ચાલી નહોતી. હવે હાલમાં જ અક્ષય કુમાર અબુ ધાબી માં આવેલ BAPS હિન્દુ મંદિર પહોચ્યા હતા.
જ્યાં સાયુક્ત અરબ અમીરાત ના પહેલા પારંપારિક પથ્થર ના મંદિર ની શાનદાર ડિઝાઈન અને મૂર્તિઓ જોઈને અભિનેતા ચકિત થઈ ગ્યાં હતા. અક્ષય કુમાર ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની અને બીજનેસમેન જીતેન ડોશી ની સાથે અબુ ધાબી માં આવેલ BAPS હિન્દુ મંદિર ને જોવા માટે પહોચ્યા હતા. જ્યાથી અભિનેતાની થોડી તસ્વીરો સામે આવી છે.
મંદિર પહોચ્યા બાદ અક્ષય કુમાર નું મંદિર ના પ્રમુખ સ્વામી બ્રહ્મવિહારીદાસ એ સ્વાગત કર્યું હતું જેના પછી અભિનેતા અને અન્ય લોકો ને એક પ્ર્દર્શન દેખાડવામાં આવ્યુ હતું જેનું નામ ‘ સદભાવ ની નદીઓ’ છે. આ પ્ર્દર્શન જોયા પછી અક્ષય કુમાર અને તેમની ટિમ એક પ્રાથના સમારોહમાં પહોચ્યા હતા. આ દરમિયાન તેમણે મંદિર ના નિર્માણ માં પણ સહયોગ આપ્યો હતો.
અભિનેતા અક્ષય કુમાર એ મંદિરના નિર્માણ માં એક ઈંટ મૂકી હતી. આના બાદ અભિનેતાએ મંદિર ના દેવતાઓના 7 શિખરો માની એક માં જોવા મળેલ નકશીકામ ની કલાકારીગરી જોઈને ચોકી ગ્યાં હતા. આના પછી અભિનેતા ને સ્વામી બ્રહ્મવિહારીદાસ એ સાયુક્ત અરબ અમીરાત ના રાષ્ટ્રપતિ શેખ મહમદ બિન જાયદ અલ નહયાન નો બહુ જ આભાર માન્યો હતો.