અક્ષય કુમાર પહોંચ્યો કેદારનાથ ધામ…મંદિરની બહાર અક્ષયને જોવા ઉમટી પડ્યા લોકોનો ટોળા..અક્ષયે હાથ જોડીને લગાવ્યા ‘જય ભોલેનાથ’ના નારા..

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર કેદારનાથ ધામ પહોંચી ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે. અક્ષયે કેદારનાથ મંદિર પહોંચીને બાબા ભોલેનાથના આશીર્વાદ લીધા હતા. વીડિયોમાં અભિનેતા તેની સુરક્ષા ટીમ સાથે મંદિરની અંદર જતો જોવા મળ્યો હતો.
અક્ષયને જોવા ચાહકો એકઠા થયા હતા
પ્રવાસ દરમિયાન, અભિનેતા ઓલ બ્લેક લુકમાં જોવા મળે છે. અક્ષયે કપાળ પર લાલ અને પીળું તિલક લગાવ્યું છે. અભિનેતાની એક ઝલક માટે બાબા કેદારનાથના ધામમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન અક્ષય મંદિરની બહાર આવ્યો અને ચાહકોનું હાથ જોડીને અભિવાદન કર્યું.
ફિલ્મના શૂટિંગ માટે દહેરાદૂન પહોંચી ગયો હતો
આપને જણાવી દઈએ કે, હાલમાં અક્ષય પોતાની ફિલ્મના શૂટિંગ માટે દેહરાદૂનમાં છે. મંગળવારે અભિનેતા હેલિપેડથી કેદારનાથ ધામ પહોંચ્યો હતો.
અક્ષય કુમારે ફોટો શેર કર્યો છે
આ પહેલા અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેદારનાથ મંદિરની તસવીર શેર કરી હતી. આ પોસ્ટ શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું, ‘જય બાબા ભોલેનાથ’. અભિનેતાના આ ફોટા પર ચાહકો લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
#WATCH | Rudraprayag, Uttarakhand: Bollywood actor Akshay Kumar visited Baba Kedarnath temple today and offered prayers. pic.twitter.com/0KLkYSF8Cz
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 23, 2023
અક્ષય કુમારના આગામી પ્રોજેક્ટ્સ
અક્ષય કુમારના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘સેલ્ફી’માં જોવા મળ્યો હતો. તેમાં ડાયના પેન્ટી અને નુસરત ભરૂચા પણ હતાં. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નથી. હવે અક્ષય પાસે ‘કેપ્સુલ ગિલ’, ‘બડે મિયાં છોટે મિયાં’ અને ‘ઓહ માય ગોડ 2’ જેવી અનેક ફિલ્મો પાઇપલાઇનમાં છે.