ફરી એક મોટી હસ્તીએ અચાનક દુનિયાને અલવિદા કીધું, એક મહિનાથી વેન્ટિલેટર પર હતા અભિનેતા, ગંભીર રોગ હતો, જુઓ ફોટાઓ

સાઉથ ફિલ્મોના દિગ્ગજ અને દમદાર અભિનેતા સરથ બાબુ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે 71 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું. સરથ બાબુ છેલ્લા એક મહિનાથી હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ હતા અને વેન્ટિલેટર પર હતા. સરથ બાબુના જવાથી ઈન્ડસ્ટ્રીની સાથે સાથે ચાહકોને પણ મોટો આંચકો લાગ્યો છે તેમજ સમગ્ર ફિલ્મ જગતમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
સરથ બાબુને સેપ્સિસની બીમારી હતી, જેના કારણે તેમના ઘણા અંગોને નુકસાન થયું હતું. તેમની હાલત અત્યંત ગંભીર હતી. સરથ બાબુની તબિયત બગડતાં 20 એપ્રિલે બેંગ્લોરથી હૈદરાબાદની AIG હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ આ પછી તેમની તબિયત બગડી. ડોક્ટરોએ તેમને તાત્કાલિક વેન્ટિલેટર પર ખસેડવા પડ્યા હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે, 22 મે સોમવારે એટલે કે આજે સવારે સરથ બાબુના શરીરના અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું અને તેઓ મોત સામેની લડાઈ હારી ગયા. સરથ બાબુનું નિધન મલ્ટીપલ ઓર્ગન ફેલિયરને કારણે થયું હતું. સેપ્સિસના કારણે સરથ બાબુની કિડની, લીવર અને ફેફસાને અસર થઈ હતી. જણાવી દઇએ કે સેપ્સિસ એક ગંભીર રોગ છે, જેના કારણે મલ્ટીપલ ઓર્ગન ફેલિયર થાય છે. સરથ બાબુનું સાચું નામ સત્યમ બાબુ દિક્ષીતુલુ હતું.
તે તમિલ અને તેલુગુ સિનેમામાં જાણીતું નામ હતા. તેમણે કન્નડ અને મલયાલમ ભાષાઓમાં પણ કામ કર્યું હતુ. સરથ બાબુએ 1973માં એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ ‘રામ રાજ્યમ’ હતી. ત્યારથી અત્યાર સુધી સરથ બાબુએ 200 ફિલ્મોમાં કામ કર્યું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સરથ બાબુની એક ફિલ્મ રિલીઝ થઈ હતી, જેનું નામ Vasantha Mullai હતું. સરથ બાબુ ડબિંગ આર્ટિસ્ટ પણ હતા અને તેમણે ઘણી ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું.
સરથ બાબુએ સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનય માટે 9 વખત નંદી એવોર્ડ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે તેઓ છેલ્લા 4 દાયકાથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. તેમણે સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, ચિરંજીવી અને બીજા ઘણા લોકો સાથે કામ કર્યું છે. તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો હતો જેમ કે નધિયૈ થેડી વંધા કદલ, પુથિયા ગીતાઈ, રેેડેલા થરુવથા, એંથા માંચીવાદુરા, મુડી સુદા મન્નાન, ઈથુ એપ્પાદી ઈરુક્કુ, અલગ વિલક્કુ, ઉર્વસી નીવે ના પ્રેયસી અને ઉથિરીપુક્કલ.