કેદારનાથ દર્શન કર્યા પછી નીતિન જાની પહોંચ્યા શ્રીલંકામાં, બતાવ્યો શ્રીલંકાનો અદભુત નજારો અને સમજાવ્યું કે શ્રીલંકામાં ક્યાં જવાય ક્યાં નહીં – જુઓ વિડીયો

ગુજરાતના યુટ્યુબર ખજૂરભાઈ એટલે નિતીન જાની, જેમને ગરીબો ના મસીહા પણ કેવાય છે, તેઓ યૂટ્યુબર સાથે સમાજસેવી તરીકે પણ ઉભરી આવ્યા છે અને કેટલાય લોકો માટે ભગવાન બની ગયા છે આખા ગુજરાતમાં તેઓ હાલ લોકપ્રિય બન્યા છે અને તેમને આજે કોઈ ઓળખ ની જરૂર નથી, જીગલી એન્ડ ખજૂર ફેમ નીતિન જાની કે જેને લોકો ગુજરાતના સોનુ સુદ પણ કહે છે.
ગરીબોના મસિહા અને કોમેડી વિડીયો બનાવનાર ખજૂર ભાઈ દેશ-વિદેશ ફરવાના પણ શોખીન છે.તેઓ પોતાના દર્શકોને બ્લોગ દ્વારા દેશ વિદેશ ફરવા જાય ત્યારે તે જગ્યાઓ વિશે જાણકરી આપતા રેય છે.કોમેડી યૂટ્યુબર નીતિનભાઈ દુબઈ, થાઈલેન્ડ, મલેશિયા જેવા દેશોમાં પણ ફરી આવ્યા છે પરંતુ હાલ તેઓ શ્રીલંકા ની મુલાકાતે ગયા હતા.જે શ્રીલંકા થોડા સમયથી આર્થિક તંગી થી પસાર થઈ રહ્યો છે.
ત્યારે ખજૂર ભાઈ પોતાના દર્શકોને શ્રીલંકામાં કયા સ્થળે ફરી શકાય કય રીતે અને કેટલો ખર્ચ થાય તે જણાવી રહ્યા હતા.ખજૂર ભાઈ પોતાના બ્લોગમાં જણાવે છે કે કેવી રીતે મુંબઈથી પ્રવાસ શરૂ કરાય અને શ્રીલંકામાં ક્યાં ક્યાં રહી શકાય ત્યાં ની હોટેલો અને તેના રૂમ નું ભાડું ૪૦૦૦ હોવાનું પણ જણાવી રહ્યા હતા.તેઓ જે હોટલમાં રહ્યા હતા તે હોટલ મહેલ જેવી હતી અને તે 200 થી 300 વર્ષ જૂની હોવાનું જણાવી રહ્યા છે.
નીતિનભાઈ શ્રીલંકામાં કારમાં ફરવા માટે જાય છે ત્યારે તે રસ્તામાં નાળિયેર પાણી પીવા માટે ઊભા રહે છે અને તેઓ તેની કીમત ૨૦૦ રૂપિયા જણાવે છે અને તેઓ ત્યારે શ્રીલંકાની કરન્સી વિશે પણ દર્શકોને સમજાવે છે.શ્રીલંકાનું નાણું ભારતના નાણા કરતા ત્રણ ગણું નીચું છે એટલે ભારતનો એક રૂપિયો શ્રીલંકાના ત્રણ રૂપિયા બરાબર થાય છે.પરંતુ ભારતની અને શ્રીલંકાની વસ્તુઓની કિંમતની સરખામણી કરવા જઈએ તો રકમ એક સમાન થાય છે.
નીતિનભાઈ ત્યાંથી જંગલ સફારી માટે પહોંચે છે, અને જંગલ સફારી હાથી ઓ ના દર્શન માટે હોય છે શ્રીલંકા માં હાથી ઓ ને બોવ જ માનવા માં આવે છે અને તેઓ જણાવે છે કે જંગલ સફારીમાં એક વ્યક્તિની ટિકિટ ૧૬ હજાર રૂપિયા શ્રીલંકા નાણા અનુસાર છે.તેઓ પોતાની અને પોતાની ટીમ માટે ટિકિટ લે છે જેની કિંમત ૪૮ હજાર થાય છે,