એક્ટર આશિષ વિદ્યાર્થીના લગ્ન બાદ પહેલી પત્નીનું છલકાયું દર્દ..ઇન્સ્ટાગ્રામ પર ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી કહ્યું, ‘યોગ્ય વ્યક્તિ તમને ક્યારેય….જુઓ

બોલિવૂડના ફેવરિટ વિલન અને દિગ્ગજ એક્ટર આશિષ વિદ્યાર્થીએ હાલમાં ફેશન ડિઝાઇનર રૂપાલી બરુઆ સાથે લગ્ન કર્યા છે. અભિનેતાના આ બીજા લગ્ન છે. આશિષે અગાઉ એક્ટ્રેસ રાજોશી ઉર્ફે પીલુ વિદ્યાર્થી સાથે લગ્ન કર્યા હતા અને બંનેને એક પુત્ર પણ છે. જો તાજેતરના રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો આશિષ અને રૂપાલીએ એક ક્લબમાં કોર્ટ મેરેજ કર્યા હતા, જેમાં તેમના પરિવાર અને નજીકના મિત્રોએ હાજરી આપી હતી. હવે આશિષની પહેલી પત્ની પીલુ વિદ્યાર્થીએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વિચિત્ર પોસ્ટ શેર કરી છે.
લગ્નના થોડા કલાકો પછી પોસ્ટ શેર કરી
તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરતા પીલુએ લખ્યું, ‘યાદ રાખો, યોગ્ય વ્યક્તિ તમને ક્યારેય પૂછશે નહીં કે તમે તેમના માટે શું કહેવા માગો છો. તે ક્યારેય એવું કોઈ કામ નહીં કરે, જેનાથી તમને દુઃખ થાય કારણ કે તે આ વાત જાણે છે.’ આશિષના લગ્નની તસવીરો સામે આવ્યાના કલાકો બાદ અભિનેત્રીએ આ સ્ટોરી શેર કરી હતી. પીલુ જાણીતી એક્ટ્રેસ શકુંતલા બરુહાની પુત્રી છે. તેમના અને આશિષના લગ્નને 23 વર્ષ થયાં છે. બંનેને એક પુત્ર અર્થ વિદ્યાર્થી પણ છે.
આશિષના બીજા લગ્નની આ તસવીર સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ છે
આશિષે કહ્યું, મારા માટે આ લાગણી અલગ છે
બીજી તરફ, 60 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા પર આશિષે કહ્યું, ‘જીવનના આ તબક્કે રૂપાલી સાથે લગ્ન કરવા એ મારા માટે અલગ લાગણી છે. અમે સવારે કોર્ટ મેરેજ કર્યા હતા અને સાંજે નજીકના લોકો માટે એક ગેટ ટુ ગેધરનું આયોજન કર્યું હતું. આશિષે હિન્દી ઉપરાંત, મરાઠી, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને ઉડિયા સહિત 11 ભાષાઓમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે હાલમાં જ ફિલ્મ ‘કુત્તે’માં જોવા મળ્યા હતા અને તેમની આગામી ફિલ્મ ‘ખુફિયા’ છે.