હરિદ્વાર માં ચા- પકોડા ની જાયફત માળતી નજર આવી અભિનેત્રી કંગના રનૌત, ત્યાંનો નજારો તો એવો કે ….. જુવો વિડિઓ

હાલમાં હરિદ્વારના દ્વાર ખુલ્યા છે ત્યારે હરિભક્તો બાબા ના દર્શન કરવા માટે જય રહયા છે ત્યારે સામાન્ય લોકોથી લઈને સેલિબ્રિટી પણ બાબા ભોળાનાથ ના દર્શન કરવા માટે જય રહયા છે. ત્યારે હાલમાં કંગના રનૌત બાબા કેદારનાથ ના દર્શન કરવા પહોંચી છે.ત્યારે અભિનેત્રી કંગના રનૌત એ કેદારનાથ થી પોતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેની સાથે કેપશન માં કંગના એ લખ્યું છે કે આજે કેદારનાથ જી માં દર્શન કર્યા, એ પણ મારા પૂજનીય કૈલાશનંદ જી મહારાજ અને વિજેન્દ્ર પ્રસાદજી ની સાથે.
કંગના રનૌત એ આ પોસ્ટ મુક્યા બાદ એક વીડીયો પણ શેર કર્યો છે જેમાં તે હરિદ્વાર માં પસાર કરેલી પોતાની સુહાની સાંજ ને બતાવી રહી છે. કંગના રનૌત ના આ વીડિયોને જોઈને તેના ફેન્સ કમેન્ટ કરીને લખી રહયા છે કે તેમનું પણ મન વેકેશન કરવા જવા માટે કરી રહ્યું છે. કંગના રનૌત એ હરિદ્વાર થી જે વિડીયો શેર કર્યો છે તેમાં તે ગંગા જળથી રમતી અને ઘાટના કિનારે બેઠીને ત્યાંનો ખુબસુરત નજારો એન્જોય કરતી નજર આવી રહી છે.
આ વીડિયોમાં તમે ચા અને પકોડા પણ જોઈ શકો છો કે જે જોઈને દરેક લોકોના મુખ માં પાણી આવી રહ્યું છે. વિડીયો જોઈને લાગી રહ્યું છે કે કેદારનાથ ધામ માં દર્શન કર્યા બાદ કંગના રનૌતએ હરિદ્વારમાં એક બહુ જ શાનદાર સાંજ પસાર કરી છે. આ વીડિયોમાં કંગના રનૌત ને તમે સલવાર સૂટ અને દુપટ્ટા માં જોઈ શકો છો.આ સાથે જ તેને કાનમાં મોટા મોટા ઝુમખા પણ પહેર્યા છે જેનાથી તેનો લુક અલગ લાગી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે આ દિવસોમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ના ઘણા કલાકારો એક પછી એક કેદારનાથ બાબા ના દર્શન કરવા માટે પહોંચ્યા છે. સૌથી પહેલા સારા અલી ખાન એ બાબા ના દરબારમાં આવીને દર્શન કર્યા હતા. જેના પછી હાલમાં જ અક્ષયકુમાર પણ કેદારનાથ ધામ દર્શન માટે પહોંચ્યા હતા. અક્ષયકુમાર ની પછી હવે કંગના રનૌત પણ બાબા ભોલેનાથ ના દર્શન કરવા માટે કેદારનાથ પહોંચી ગઈ છે.કંગના રનૌત ના કામની વાત કરવામાં આવે તો તેમને હાલમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ ‘ ઇમર્જન્સી’ ની શૂટિંગ પુરી કરી છે, ફિલ્મ ની રીલીજ ને લઈને દર્શકો આતુરતાથી રાહ્ જોઈ રહયા છે.