અરે બાપરે આ શું ! અભિનેત્રી હેમા માલીનીએ પહેલીવાર મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી તો તેમની સાથે થયું એવું કે તમને આંચકો લાગશે…… જુવો વિડિઓ

અરે બાપરે આ શું ! અભિનેત્રી હેમા માલીનીએ પહેલીવાર મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી તો તેમની સાથે થયું એવું કે તમને આંચકો લાગશે…… જુવો વિડિઓ

90 ના દશકની આપણા હિન્દી સિનેમા જગતની ટોપની અભિનેત્રીઓમાં ગણાતી અભિનેત્રી હેમા માલિની ની ખુબસુરતીના અને એક્ટિંગના આજે પણ લોકો દીવાના છે અને આ સાથે જ અભિનેત્રી એ બોલીવુડમાં એક થી એક ચડિયાતી ઘણી શાનદાર અને સફળ ફિલ્મો પણ આપી છે. અને પોતાની આ ફિલ્મોની સફળતાના કારણે જ આજે આ અભિનેત્રીએ એક અનોખી લોકપ્રિયતા હાંસિલ કરી છે. આ સાથે જ અભિનેત્રી હેમા માલિની એ બેશુમાર મિલકત અને પ્રસિદ્ધિ પણ હાંસિલ કરી છે. આમ છતાં એ પણ અભિનેત્રી સાદગીભર્યું જીવન જીવવું પસંદ કરે છે.

આજે એકબાજુ જ્યા મોટા કલાકારો પોતાનું જીવન શાનદાર અને લકઝરીયસ લાઇફસ્ટાઇલ જીવવાનું પસંદ કરે છે ત્યાં જ બીજી બાજુ અભિનેત્રી હેમા માલિની પોતાની સાદગી થી લાખો લોકોના દિલ પર રાજ કરતી જોવા મળી આવે છે.અને આ જ અંદાજ તેમના ફેન્સ ને બહુ જ પસંદ આવે છે. એવામાં ફરી એકવાર હેમા માલિની હાલમાં પોતાની સાદગી અને સરળતા ના કારણે ચર્ચામાં આવી છે. કેમકે હજુ હાલમાં જ અભિનેત્રી હેમા માલિનીએ પોતાના ઈનસ્ટરાગ્રામ એકાઉન્ટ પરથી પોતાની લેટેસ્ટ તસવીરો અને અનુભવ શેર કર્યા છે.

વાસ્તવમાં અભિનેત્રી હેમા માલિની હજુ ગયેલ થોડા સમય પહેલા જ મુંબઈ ના મેટ્રો માં ટ્રાવેલિગ કરતી નજર આવી હતી.અને મેટ્રો ના અનુભવ ને લઈને હેમા માલિની બહુ જ ખુશ અને ઉત્સાહિત જોવા મળી હતી.જે તસવીરો અને અનુભવ અભિનેત્રીએ ઈનસ્ટરાગ્રામ પર શેર કર્યા છે. જ્યા મુંબઈ ની મેટ્રોમાં મુસાફરી કરતાની અભિનેત્રી એ ઘણી તસવીરો પણ શેર કરી છે. જેમાં અભિનેતી મેટ્રો સ્ટેશન પર ફોટો પડાવતી નજર આવી રહી છે આના સિવાય તેમની ઘણી ફોટો એલીવેટર પર મુસાફરી કરતા પણ જોઈ શકાય છે.

એના સિવાય અભિનેત્રી એ એક વિડીયો પણ શેર કરયો છે. જેમાં અભિનેત્રી મેટ્રોમાં બેઠતી નજર આવી રહી છે અને આ દરમિયાન ઘણા બધા ફેન્સ પણ તેમની સાથે સેલ્ફી લઇ રહયા છે. મેટ્રો ની મુસાફરી કર્યા બાદ હેમા માલિની એ આને બહુ જ આરામદાયી અને ખુશ કરી દેતી સફળ કહી છે. એના સિવાય અભિનેત્રી એ લખ્યું કે જ્યારે આ બની રહ્યું હતું ત્યારે બહુ જ પરેશાન હતી. પરંતુ બન્યા બાદ તે બિલકુલ ઝડપથી અને આરામદાયક રીતે અડધા કલાકમાં જ જુહુ પહોંચી ગઈ હતી. તેમને જણાયું કે આ અનુભવ બહુ જ અનુઠો અને અદભુત હતો

હેમા માલિની મેટ્રો ના દરવાજાથી બહુ જ પ્રભાવિત થઇ હતી. તેને આ વિષે આગળ જણાવ્યું કે તેમને આ વાત નની જાણ નહોતી કે મેટ્રો ના દરવાજા કઈ રીતે ખુલે છે અને એવામાં મેટ્રોના દરવાજા ખુલતા જ તેઓ હેરાન રહી ગઈ હતી. તમને જણાવી દઈએ હેમા માલિની એ મેટ્રો સિવાય રીક્ષા માં પણ મુસાફરી કરી અને તે વિડીયો શેર કરતા તેમને કેપશન માં જણાયું કે આ તે વિડીયો છે જે તેમને રીક્ષા માં બેસીને શૂટ કર્યો છે. એવામાં હેમા માલિની ની આ તસવીરો અને વિડીયો ફેન્સ ને બહુ જ પસંદ આવી રહ્યા છે જે સોશિયલ મીડિયા પર બહુ જ ઝડપથી વાઇરલ થઇ રહયા છે.