અમદાવાદનો હોશયાર વિદ્યાર્થી મુંબઈ IITના હોસ્ટેલના સાતમા માળેથી કૂદીને, પોતાનું જીવન ટૂંકાવ્યું માતા કહ્યું ‘મારો દીકરો ખુશ હતો, કહ્યું- મમ્મી હું ફરવા જાઉં છું અને 3 વાગ્યે ફોન આવ્યો કે..

હાલ ભારત દેશમાં સુસાઇડ કેસ ખૂબ વધી રહ્યા છે. ત્યારે હાલ એક એવી ઘટના સામે આવી છે. જે મુંબઈના iit ના હોસ્ટેલના સાત મળેથી કૂદીને અમદાવાદના યુવકે પોતાનો જીવ ટુકવ્યો છે. આ ઘટનાનો બનાવ બન્યો ત્યારે જ્યારે બાજુ ગંભીર માહોલ સર્જાઈ ગયો હતો. અત્યારે મૃત્યુ પામેલા યુવકનું મૂળ અમદાવાદ નો રહેવાસી હતો. તે મુંબઈમાં આઇઆઇટીનો અભ્યાસ કરી રહ્યો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ અકસ્માતને મોતનો ગુનો નોંધીને આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
પરિવારજનો સમાચાર મળતા જ ઘરમાં માતમ સવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો આક્ષેપ કર્યો છે કે તે મૃતક દીકરો દલિત સમાજનો હતો અને ભણવામાં હોશિયાર હતો. બાબત લઈને તેનો જીવ લઈ લેવામાં આવ્યો છે. બાળક એડમિશન લીધું ત્યાર પછી લોકો તેને ખૂબ પરેશાન કરતા હતા.
જ્યારે વધારે માહિતી જણાવીએ તો મૃત્યુ યુવકનું નામ દર્શન સોલંકી અને તે મૂળ અમદાવાદના મણિનગરમાં મ્યુનિસિપલ ક્વાર્ટરમાં રહેવાસી હતો. દર્શના પરિવારમાંથી તેના માતા પિતા અને એક નાની બેન અને દાદા દાદી છે. જ્યારે દર્શન ના પિતા નું નામ રમેશભાઈ છે અને તે તેનો કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જયારે ખાસ વાત કે દર્શન ભણવામાં ખૂબ જ હોશિયાર હતો અને તેને 12 સાયન્સમાં 86% પણ આવ્યા હતા.
જેને JEE ની પરીક્ષા આપી હતી. IIT ભણવાનું દર્શનને સપનું હતું એટલા માટે તેને JEEનું એડમિશન મેળવવા માટે તેને ખૂબ સંઘર્ષ કરી હતી. ત્યાર પછી તેને મહેનતનું ફળ મળી ગયો ને એડમિશન પણ મળી ગયું. ત્યાર પછી 12 ફેબ્રુઆરીના રોજ સવારે દર્શનને પરિવારનો ફોન કર્યો હતો. દર્શને તેને માતાને કીધું કે હું ફરવા જાઉં છું ત્યારે માતાએ તેને સાંજે ફોન કરવાનું કહ્યું હતું.
જયારે દર્શન ફરવા ગયો હતો ત્યારે દર્શન પણ ખુશ હતો અને તેના પરિવારનો લોકો પણ ખુબ ખુશ હતા. પરંતુ આ ખુશી પરિવારને લાંબા સમય સુધી ટકી નહીં. દર્શન ના પિતા રમેશભાઈ તેને ઉપરા ઉપર ત્રણ કોલ આવ્યા. જેના કારણે દર્શનના પિતા રમેશભાઈના મનમાં ડરી ગયા અને તેઓ ફ્લાઇટ લઈને ડાયરેક્ટ મુંબઈ જવા માટે નીકળી ગયા હતા.
માહિતી અનુસાર દર્શનના પિતા ને રમેશભાઈ પર અજાણ્યા નંબર ઉપર whatsapp કોલ આવ્યો હતો. કોલ કરનારે જણાવ્યું હતું કે દર્શન નો અકસ્માત થયું છે. તમે જલ્દી મુંબઈ આવી જાવ. પછી રમેશભાઈ મુંબઈ જવાની તૈયારી કરી દીધી હતી. તે સમયે પછી ફરી બીજો કોલ આવ્યો કે તમારી પત્નીને પણ સાથે લેતા આવજો. અને પછી ત્રીજા કોલ આવ્યો તમે ફ્લાઈટમાં આવજો.
આ રીતે વારમ વાર કોલ આવતા રમેશભાઈ ખૂબ ડરી ગયા અને તે જલ્દી ને જલ્દી તાત્કાલિક ફ્લાઈટ બુક કરીને મુંબઈ પહોંચ્યા હતા. જ્યારે રમેશભાઈ મુંબઈ પહોંચ્યા ત્યારે તેને જાણવા મળ્યું કે દર્શને હોસ્ટેલના સાતમા મળેથી કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.
દર્શન સોલંકી ને માતાએ જણાવ્યું તેના દીકરા ફોન આવ્યો હતો 12:00 વાગે કહ્યું હતું કે મમ્મી હું ફરવા જાઉં છું. અને થોડા સમય પછી 3:00 વાગે ફોન આવ્યો કે તમારા દીકરાને કંઈક થયું છે. અમે લોકો મુંબઈ પહોંચ્યા ત્યાં દીકરાનો મૃત્યુ થઈ ગયું હતું. માતાએ કહ્યું કે અમારો એકનો એક દીકરો હતો જે જતો રહ્યો છે હવે અમારે કોનો આધાર છે. દીકરાને ન્યાય મળવો જોઈએ. દર્શન ખૂબ જ ભણવામાં હોશિયાર હતો. એના પપ્પાએ જણાવ્યું કે શિડ્યુલ કાસ્ટ હોવાથી ત્યાં દીકરાનો રેગિંગ થયું હતું. દીકરો સુસાઇડ કરે જ નહીં તેનો જીવ લેવામાં આવ્યો છે તેવું દર્શનના પિતા કહી રહ્યા છે.