સગાઇના તાંતણે બંધાઈને ઘરે પરત ફરી રહેલો જુવાનજોધ દીકરો મોતના તાંતણે બંધાયો- બે સગી બહેનો સાથે એક જ પરિવારના ચાર લોકોના મોત

ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં અકસ્માતોની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના ગુજરાત રાજ્યમાં આવેલા ખંભાળિયા હાઈ-વે પરથી સામે આવી છે.જામનગરના ખંભાળિયા હાઈ-વે પર બે ગાડી વચ્ચે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટનાસ્થળે ચાર લોકોના કરુણ મોત નીપજ્યા હતા અને અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થઇ છે.
મળેલી માહિતી અનુસાર ઈજાઓ પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીનો સતવારા પરિવાર પોતાના પુત્રની સગાઈ કરવા માટે ખંભાળિયા ગયો હતો અને ત્યાંથી પરત આવતી વખતે ખટિયા ગામના પાટિયા પાસે કાળ ભરખી ગયો છે.
આ ઘટનાની મેળલી માહિતી અનુસાર મોરબીમાં રહેતા ખાણધર પરિવારમાં પુત્રની સગાઈનો પ્રસંગ હતો. તેથી પરિવારના સભ્યો કારમાં સવાર થઈને ખંભાળિયા જવા માટે નીકળ્યા હતા. ખંભાળિયામાં સગાઈની વિધિ પૂર્ણ કર્યા બાદ જામનગર તરફ અવી રહ્યા હતા ત્યારે ખટિયા ગામના પાટિયા પાસે બે કાર ધડાકાભેર અથડાઈ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
આ ગમખ્વાર અકસ્માતમાં જેની સગાઈ હતી તે ચેતન ખાણધર તેમના બહેન મનીષાબહેન, રીનાબેન ખાણધર અને અન્ય એક વ્યકિત એમ મળીને કુલ ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે. ત્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં કારનો લોચો વળી ગયો છે. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના તોલા ઉમટી પડ્યા હતા અને કારમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિકોએ બહાર કાઢ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલસ દ્વારા જામનગર સારવાર માટે ખસેડ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોના નામની યાદી આ મુજબ છે, ભૂદરભાઈ ખાણધર, હેતવી નરેન્દ્રભાઈ ખાણધર, ફલક પ્રવીણભાઈ હડીયલ, નેહલ ચુનીલાલ હડીયલ.