રાજકોટની મહિલા ડોકટરે ગળેફાંસો ખાઈ આણ્યો જીવનનો અંત- સુસાઇડ નોટ વાંચી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

રાજકોટની મહિલા ડોકટરે ગળેફાંસો ખાઈ આણ્યો જીવનનો અંત- સુસાઇડ નોટ વાંચી ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો પરિવાર

રાજ્યમાં અવારનવાર અનેક આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે અને આપઘાતની ઘટનામાં પણ મોટો ઉછાળો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે ફરી એક વાર આપઘાત (Doctor commits suicide in Rajkot)ની ઘટના સામે આવી છે.

જો વાત કરવામાં આવે તો રાજકોટ (Rajkot) જામનગર રોડ પર માધાપર ચોક (Madhapar Chowk) નજીક અતુલ્‍યમ રેસીડેન્‍સી આંગન-1માં રહેતાં 25 વર્ષીય ડો. બિંદીયાબેન ગોવિંદભાઇ બોખાણીએ ગઇકાલે રાત્રીના સમયે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત (Suicide in Rajkot) કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. અંગ્ર ઘટના અંગેની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસને થતા સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર,આપઘાત કરનાર 25 વર્ષીય ડો. બિંદીયાબેન બે બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતાં. તેણીના પિતા ગોવિંદભાઇ બોખાણી નિવૃત શિક્ષક છે. તેઓ મુળ પડધરીના સરપદડના વતની છે અને પરિવારજનો હાલ રાજકોટ રહેતાં હતાં.

આ પહેલા જામનગર રોડ પરની હોસ્‍પિટલમાં ડો. બિંદીયાબેન ફરજ બજાવી રહ્યા હતાં. હાલમાં અન્‍ય ખાનગી હોસ્‍પિટલમાં નોકરી કરી રહ્યા હતાં. મળતી માહિતી અનુસાર, ગઇકાલે પરિવારજનો બહાર ગયા હતાં ત્‍યારે ડો. બિંદીયાબેન ઘરે એકલા હતાં. પરિવારજને તેણીને ફોન કરતા હતા ત્યારે ફોન ઉપાડ્યો નહોતો અને ત્યારબાદ બધા ઘરે પાછાઆવ્‍યા ત્‍યારે આ સમગ્ર ઘટના અંગેની જાણ થઇ હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસમોર્ટમ માટે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ સાથે પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી જેમાં તબીબ યુવતી પોતે પોતાની મરજીથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે સુસાઇડ નોટ કબ્જે કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *