ફૂટપાથ પર રહેતા બાળકો માટે સુરતમાં શરુ થઇ ‘પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિર’ નામની અનોખી શાળા…જુઓ તસવીરો

ફૂટપાથ પર રહેતા બાળકો માટે સુરતમાં શરુ થઇ ‘પ્રમુખસ્વામી સ્મૃતિ મંદિર’ નામની અનોખી શાળા…જુઓ તસવીરો

આપ સૌ લોકો જાણતા જશો કે બીએપીએસ સંસ્થા દ્વારા અનેક સમાજ સેવાના અને બીજા ઘણા બધા સારા કાર્યો કરવામાં આવે છે. જેના કારણે એક સારા સમાજની અનેક સારા વ્યક્તિની રચના થઈ શકે. ત્યારે હાલમાં જ સુરત શહેરમાં એક અનોખી અને અદભુત શાળા શરૂ કરવામાં આવી છે. જે બાળકો પૂરતું શિક્ષણ નથી લઈ શકતા તેની માટે ખૂબ જ અદભુત શાળા બાળકો માટે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ વિદ્યાદીપ ગ્રુપ દ્વારા પ્રમુખસ્વામી સ્મૃતિ વિદ્યામંદિર શાળા શરૂ કરવામાં આવી છે અને તેનાથી તમામ ગરીબ બાળકોને શિક્ષણની ઉત્તમ સુવિધા મળી શકશે તે પોતાના સપનાઓ સાકાર કરી શક્શે.

આપ સૌ લોકો જાણતા જશો કે હાલમાં જ ખૂબ જ ભવ્ય રીતે પ્રમુખસ્વામી મહારાજ શાંત શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં લાખો હરિભક્તોએ સેવાનો અમૂલ્ય અવસર લીધો હતો જેના કારણે સહ હરિભક્તો ખૂબ જ ધન્ય થયા હતા. પરંતુ આ શાળાના સંચાલક શ્રી મહેશભાઈ આ સેવાનો લાભ અમુક કારણોસર લઈ શક્યા નહોતા જેને કારણે જ સેવાના કામ અર્થે તેણે આ શાળાની શરૂઆત કરી છે. જેનો મુખ્ય ઉદ્દેશ છે કે ગરીબ બાળકોને ઉત્તમ શિક્ષા પૂરી પાડીને તેને દેશના એક જવાબદાર નાગરિક બનાવવા. આ શાળાનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરીયા અને રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ ઉત્તમ વિચારથી લોકોએ તેમની ખૂબ જ પ્રશંસા કરી હતી. આ ઉત્તમ શાળા વિશે જો વાત કરવામાં આવે તો આ શાળા પ્રમુખસ્વામી સ્મૃતિ વિદ્યામંદિર બસમાં સ્કૂલના ક્લાસરૂમ જેવું વાતાવરણ બનાવીને કંઈક અનોખી રીતે જ આ શાળા બનાવવામાં આવી છે કે જેમાં રંગબેરંગી બેન્ચ મુકવામાં આવી છે. જેના કારણે વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અનોખી બસની અંદર સીટો નહીં પરંતુ ક્લાસરૂમની જેમ બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેની સાથે સાથે બાળકોને મનોરંજન પૂરું પડી શકે તે માટે ટીવી પણ રાખવામાં આવ્યા છે. જેના કારણે બાળકો વધુ સારી રીતે સમજી શકે.

બાળકોને શિક્ષણની રુચિ સાથે સાથે ખેલ પ્રત્યેની પણ રુચિ વધે તે માટે રમતના ઉત્તમ સાધનો પણ મૂકવામાં આવ્યા છે. જેના કારણે બાળકો રમતો રમી શકે અને પોતાનું ભવિષ્ય રમત પ્રત્યે પણ આગળ વધારી શકે. આ સ્કૂલના સંચાલક શ્રી મહેશભાઈ પટેલ જણાવે છે કે હું પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવમાં જઈ શક્યો નહોતો જેનું મને ખૂબ જ દુઃખ થતું હતું પરંતુ આ જન્મ શતાબ્દી દરમિયાન મે ગરીબ લોકો વચ્ચે જાય સેવા કરવાનું શરૂ કર્યું અને જે લોકોને જરૂરિયાત પૂરી નહોતી થઈ શકતી તેને જરૂરિયાત પૂરી કરવાનું શરૂ કર્યું.

આટલા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા છતાં તેમણે ગરીબ લોકો વચ્ચે જઈ ઉઘાડા પગે ફર્યા અને પોતા ની ખુશીઓ વહેંચી અને સાંજે તેમની સાથે ભોજન પણ કર્યું તેનું માનવું છે કે બાળકો ને શિક્ષણ ખૂબ જરૂરી છે તેને કારણે જ એક સારા સમાજ ની રચના થય શકશે.આ ઉમદા વિચાર થી સૌ લોકો ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *