ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીને એવું તો શું દુઃખ આવી પડ્યું કે કરી આત્મહત્યા – માતાએ કારણ જણાવતા કહ્યું…

રાજ્યમાં સતત આત્મહત્યા ના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ઘણીવાર વિદ્યાર્થી કોઈ મુશ્કેલીથી કે બીજા તત્વોના ત્રાસથી આત્મહત્યા નું પગલું ભરતા હોય છે ત્યારે હાલમાં જ એક ચોંકાવનારો આપઘાત નો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતા 14 વર્ષના વિદ્યાર્થીની છે. જ્યારે તેના માતા પિતા તથા બહેન બજારમાં કોઈ કામ માટે ગયા હતા ત્યારે આ વિદ્યાર્થી ઘરે એકલો હતો. તેની સાથે જ આ વિદ્યાર્થીએ ઘરના ઉપરના માળે જાય હીચકાની દોરીથી આપઘાત કરી લીધો હતો.
આ વિદ્યાર્થી દહેગામમાં આવેલી ગ્લોબલ સ્કૂલ ઓફ એક્સેલન્સ માં દસમા ધોરણમાં અભ્યાસ કરતો હતો પરંતુ સાંજે જ્યારે માતા પિતા તથા બહેન બહાર શાકભાજી લેવા ગયા હતા ત્યારે કેયુરે ઉપરના માળે જઈ હીચકાની દોરીથી આપઘાત કરી લીધો હતો જ્યારે માતા પિતા ઘરે આવ્યા ત્યારે કેયુર ના મળતા તેણે ઉપરના માળે તપાસ કરી ત્યારે કેયુર ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. આ જોતા ની સાથે જ પરિવાર માથે આભ ફાટી પડ્યું હતું.
તે બાદ તુરંત જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારબાદ વધુ તપાસ હાથ ધરી હતી પૂછપરછ દરમિયાન તેના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું કે કેયુર ને અવારનવાર તેની શાળાના નિકુંજભાઈ ના શિક્ષક તેને અભ્યાસ માટે દબાણ કરતા હતા. તેઓ ઘણીવાર કેયુર સામે અપશબ્દો બોલી તેને વારંવાર ટોર્ચર કરતા હતા તે ઘણીવાર બધા જ વિદ્યાર્થીઓ સામે કેયુરનો મજાક પણ ઉડાડતા હતા. આ તમામ ત્રાસથી કેયુર ખૂબ જ પરેશાન રહેતો હતો તેથી જ કેવી રીતે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે.
તેના પિતા કહી રહ્યા છે કે મારો દીકરો અભ્યાસમાં ખૂબ જ નબળો હોવાને કારણે તેને શિક્ષક અવારનવાર ખૂબ જ ગંભીર રીતે દબાણ આપતા હતા તેને બીજા વિદ્યાર્થીઓ કરતા વધારે હેરાન પણ કરતા હતા તેથી જ તે છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ ચિંતામાં રહેતો હતો તેથી જ તેના પરિવારજનોએ શાળાના શિક્ષક પર આક્ષેપો લગાવ્યા હતા તમામ લોકો પણ ખૂબ રોશે ભરાયા હતા તેવામાં પોલીસે સ્કૂલના સ્ટાફ પાસેથી પૂછપરછ હાથ ધરી છે તેની સાથે જ ઘટનાનું કારણ જાણવાનું પ્રયત્ન કર્યો છે.