બોલિવૂડ જગતમા છવાયો શોકનો માહોલ..અભિનેતા આયુષ્માન ખુરાનાના નજીકના વ્યક્તિનું થયું નિધન..

બોલિવૂડ જગતમા છવાયો શોકનો માહોલ..અભિનેતા આયુષ્માન ખુરાનાના નજીકના વ્યક્તિનું થયું નિધન..

બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના તેના પિતા જ્યોતિષાચાર્ય પી ખુરાનાના ખૂબ જ નજીક હતા. આયુષ્માન અવારનવાર તેના પિતા સાથેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે.

આયુષ્માન ખુરાનાના પિતા પંડિત પી ખુરાનાનું નિધન
આજે બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાના પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. આયુષ્માન ખુરાનાના પિતા જાણીતા જ્યોતિષી પી ખુરાનાનું શુક્રવારે સવારે ચંદીગઢમાં નિધન થયું હતું. જ્યોતિષ પી ખુરાના લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આયુષ્માન ખુરાના અને અપારશક્તિ ખુરાનાના પિતા જ્યોતિષ પી ખુરાનાને શ્રદ્ધાંજલિ આપતા સેલેબ્સ અને ચાહકો સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ શેર કરી રહ્યાં છે. જ્યોતિષાચાર્ય પી ખુરાના લાંબા સમયથી અસાધ્ય રોગ સામે ઝઝૂમી રહ્યા હતા.

અપારશક્તિ ખુરાનાના પ્રવક્તાનું નિવેદન
પિતાના નિધન પર અપારશક્તિ ખુરાનાના પ્રવક્તાનું નિવેદન સામે આવ્યું છે. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, ‘ઊંડા દુખ સાથે, અમે જાણ કરીએ છીએ કે આયુષ્માન અને અપારશક્તિ ખુરાનાના પિતા, જ્યોતિષી પી ખુરાનાનું આજે સવારે 10:30 વાગ્યે મોહાલીમાં લાંબી બિમારીના કારણે નિધન થયું છે. વ્યક્તિગત નુકસાનના આ સમયે અમે તમારી બધી પ્રાર્થના અને સમર્થનના ઋણી છીએ. બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના તેના પિતાની ખૂબ જ નજીક હતો અને ઘણીવાર તેની સાથે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતો હતો.

આયુષ્માન ખુરાનાના પિતા જ્યોતિષ હતા.
આયુષ્માન ખુરાનાના પિતા પી ખુરાના પ્રખ્યાત જ્યોતિષ હતા. આયુષ્માને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બોલિવૂડમાં ડેબ્યુ કરતા પહેલા જ તેના પિતાએ ભવિષ્યવાણી કરી હતી કે તે એક્ટર બનશે. આયુષ્માને કહ્યું હતું કે જ્યારે તે એકવાર તેના પિતા સાથે મુંબઈ આવ્યો હતો ત્યારે તેણે ગર્વથી કોઈને કહ્યું હતું કે તેનો દીકરો એક દિવસ મોટો સ્ટાર બનશે. એટલું જ નહીં, ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ જ્યોતિષાચાર્ય પી ખુરાનાને મળવા જતા હતા. આયુષ્માન ખુરાનાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે બાળપણમાં તેના પિતા કડક હતા. બાળપણની મારપીટને યાદ કરતાં, અભિનેતાએ મજાક કરી કે ઉત્તર ભારતીય માતા-પિતા ઘણીવાર તેમના બાળકોને ચપ્પલથી મારતા હોય છે કારણ કે તે ઉછેરનો એક ભાગ છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *