રાજકોટમાં એક માતાએ પોતાના લાડલા દીકરા માટે એવું કાર્ય કર્યું કે સાંભળીને તમારી આંખો પણ આંસુઓથી ભરાઈ જશે…

રાજકોટમાં એક માતાએ પોતાના લાડલા દીકરા માટે એવું કાર્ય કર્યું કે સાંભળીને તમારી આંખો પણ આંસુઓથી ભરાઈ જશે…

આપણે સૌ લોકો જાણીએ છીએ કે દુનિયામાં માં નું સ્થાન કોઈ નથી લઈ શકતું. દરેક માતા પોતાના પુત્ર માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. માં વગરની દુનિયા ખૂબ જ અધુરી છે. પોતાના સંતાન માટે મા આખી દુનિયા સાથે લડી શકે છે અને પુત્રને પોતાના સપના પૂરા કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેતી હોય છે ત્યારે હાલમાં જ ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને જોઈને તમે પણ ચોકી જશો.

એક માતા ઉપર દુઃખના વાદળો એવા છવાઈ ગયા હતા કે તેની કોઈ કલ્પના કરી શકતું નથી કારણ કે સૌપ્રથમ તેણે પોતાનો પતિ ગુમાવ્યો એ દુઃખમાંથી હજી બહાર નહોતી આવી ત્યાં તેના સંતાનની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તેથી જ આ સાથે માતા પર દુઃખના વાદળ વરસી રહ્યા હતા અને હવે આ દુઃખ કોને જઈને કહ્યું તે સૌથી મોટી પરીક્ષા હતી કારણ કે તેમના પતિ તો પહેલેથી જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. જાણે એવું લાગી રહ્યું હતું કે કુદરત તેની એક અનોખી જ અને મુશ્કેલીથી ભરેલી પરીક્ષા લઈ રહ્યો હોય પરંતુ કહેવાય છે ને કે માતા કોઈ પણ પરિસ્થિતિમાં લડી શકે છે. તેથી જ તેને આ પરિસ્થિતિમાં પણ પુરા વિશ્વાસ સાથે લડવાનું નક્કી કર્યું.

આ સાથે જ માતાએ પોતાના પુત્રને પોતાની કિડની દાન કરવાનું નક્કી કર્યું આ વાત સાથે જ સૌ લોકોને આંખમાં આંસુ આવી ગયા ડોક્ટરે તમામ રિપોર્ટ અને તપાસ કરી માતાની કિડની દીકરા સાથે મેચ કરી હતી. સદનસીબે માતાની કિડની પુત્રની કિડની સાથે મેચ થઈ હતી હાલમાં બંનેની તબિયત ખૂબ જ સારી છે પરંતુ માતાની આંખમાંથી આંસુઓ સરી પડ્યા હતા. પુત્રની માતા ગીતામાં જાડેજા કહે છે કે જ્યારે મને ખબર પડી કે મારા પુત્રની બંને કિડની ફેલ થઈ ગઈ છે. ત્યારે મેં કઈ જ વિચાર્યા વગર મારા દીકરાને કિડની આપવાનું વિચાર્યું ડોક્ટરની મદદથી કિડની ખૂબ જ સારી રીતે ટ્રાન્સલેટ થઈ ગઈ અને મેં મારા દીકરાને નવજીવન આપ્યું. હું જાણું છું કે જ્યારે પરિવારમાં કોઈ સહારો નથી હોતો ત્યારે જીવવુ કેટલું મુશ્કેલ થઈ જાય છે. તેથી જ બીજા લોકોને પણ કહું છું કે તમારા પરિવારમાં તમે કોઈ વ્યક્તિ જો અસ્વસ્થ હોય તો તેની હિંમત બનીને ઊભા રહેજો.

આ દુઃખની પરિસ્થિતિમાં મારા બંને ભાઈઓએ પણ મને ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે. મારા બંને ભાઈઓ મારા દુઃખને ખૂબ જ સારી રીતે સમજી શકતા હતા તેથી જ તે મને તેના ઘરે લઈ ગયા હતા. મારા છોકરાની રક્ષા કરનાર મારા માતા-પિતા અને મારા ભાઈઓ જ છે મારો દીકરો ખૂબ જ તકલીફમાં હતો તેથી હું પણ તેને જોઈ શકતી નહોતી પરંતુ મારી હિંમતને કારણે આ પરિસ્થિતિમાંથી અમે બહાર નીકળી ગયા. આજે અમારા બંને ભાઈઓ મારો પુત્ર અને હું બહુ જ ખુશ છીએ તેથી તેનું કહેવું છે કે પરિવારના દરેક સભ્યો સાથે હંમેશા ઊભા રહેજો સાથે સાથે તેના સુખ દુઃખમાં પણ સાથ આપજો તે જ સાચો આપણો ધર્મ છે.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *