તારક મહેતાના રોશન ભાભીએ શો ના નિર્માતા અસિત મોદી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો… જાણો સમગ્ર મામલો

ટીવી સિરિયલમાં બધાનો ફેવરિટ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની એક ફેમસ અભિનેત્રીએ શોના મેકર્સ પર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યો છે. માહિતી અનુસાર આ સુપરહિટ શોમાં મિસિસ રોશની સોઢી ની ભૂમિકા ભજવતી જેનેફીરે પોલીસમાં લેખિત ફરિયાદ લખાવી છે. જેમાં તેણે પ્રોજેક્ટ મેનેજર અને પ્રોડ્યુસર વિરુદ્ધ શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે અભિનેત્રી કહે છે કે છેલ્લા ઘણા ટાઈમથી મારી સાથે આવું થઈ રહ્યું હતું. પરંતુ તેની પુત્રી અને પરિવારને કારણે અત્યાર સુધી હું ચૂપ રહી. 2019 ની અંદર મારા કોન્સ્ટ્રાસને સતામણી બાબતે જણાવ્યું હતું.
પરંતુ એ સમયે મને ટેકો આપ્યો હતો આજે મારા પતિ અને મારા સાસરીયા સિવાય કોઈ મારા સમર્થનમાં નથી. છેલ્લા 15 વર્ષથી લોકોને ખડખડાટ હસાવનાર આ શો પર કોઈને નજર લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તારક મહેતાના શૈલેષ લોઢા અને હવે જૈન નીફર મિસ્ત્રી બંસીવાલા. એ ટાઈમ સાથે વાતચીતમાં જણાવે છે કે તેણે 7 માર્ચ થી શો નુ શૂટિંગ કર્યું નથી અને તેની પાછળનું કારણ પણ તેણે જણાવ્યું હતું.
અભિનેત્રી વધુમાં જણાવે છે કે છ માસના રોજ તેની સાથે કંઈક એવું થયું કે જે તે ભૂલી શકે તેમ નથી. જણાવ્યું કે તે દિવસે મારી એનિવર્સરી હતી ત્યારે મને ઘરે જવા દીધી ન હતી અને પ્રોજેક્ટ મેનેજર સાથે મળીને મારી કાર રોકી અને મને ધમકી પણ આપી હતી.
અભિનેત્રીએ કહ્યું કે આટલા વર્ષોથી આ શોમાં હું કામ કરી રહ્યું છું અને તમે મારી સાથે આવું કરી ન શકો. જ્યારે તેણે મને ડરાવી અને ધમકાવી. મેં ત્રણ લોકો વિરુદ્ધ શારીરિક શોષણનો કેસ દાખલ કર્યો છે. અભિનેત્રી કહે છે કે 7 માર્ચે હોળી માટે અડધા દિવસની છૂટી માંગી હતી અને કહ્યું કે મને બે કલાક માટે ઘરે જવા દો કારણકે મારી પુત્રી મારી રાહ જોઈ રહી છે. મારા સિવાય બધાની સાથે એડજસ્ટમેન્ટ કર્યું. મને લાગ્યું કે આ જગ્યા મહિલાઓ માટે કામ કરવા માટે છે જ નહીં. પ્રોજેક્ટ મેનેજર મને ચાર વખત બધાની સામે ગેટ આઉટ કહી દીધું. તેણે મારી સાથે ખૂબ જ ખરાબ રીતે વાત કરી અને મારી કાર પણ રોકી છે.