સુરતના એક હીરા વેપારીએ બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીને આપી ખુલ્લી પડકાર, કહ્યું કે “700 કેરેટ હીરાના પેકેટમાં કેટલા નંગ હોય તે…” જુઓ વાયરલ વિડિયો…

મિત્રો આપણે સૌ લોકો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને જાણીએ છીએ. બાગેશ્વર ધામ ના ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ખૂબ જ ચર્ચામાં રહે છે તેવામાં તે ગુજરાતના અનેક શહેરોમાં તેના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે ત્યારે અનેક લોકો તેમનો ખૂબ જ વિરોધ કરી રહ્યા છે આ એક અંધશ્રદ્ધા ફેલાવવા માટેના દરબારો યોજાઇ રહ્યા છે. સુરતમાં આવનારી 26 અને 27 મે ના રોજ બાગેશ્વર બાબાના કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છે આ કાર્યક્રમ લિંબાયતના નીલગીરી મેદાન ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી નો ખુબ મોટા પ્રમાણમાં કાર્યક્રમ થવા જઈ રહ્યો છે ત્યારે તેને લઈને ગુજરાતની ધર્મપ્રેમી જનતા દ્વારા ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યા છે લોકો કહી રહ્યા છે કે આ એક અંધશ્રદ્ધા ફેલાવવાનું માધ્યમ છે.
જેને અમે ગુજરાતમાં ફેલાવવા દઈશું નહીં ત્યારે આ વિરોધના માહોલ વચ્ચે હીરાના વેપારી અને ગુજરાતમાં અંધશ્રદ્ધા પર કામ કરતા સમાજ કાર્યકર જનક બાબરીયા નો વિડીયો સામે આવ્યો છે તે વીડિયોમાં કહી રહ્યા છે કે જો ખરેખર બાબા ચમત્કારી હોય તો અમારી ટીમ આપના દરબારમાં 500 થી 700 કેરેટ પોલીસ હીરાનું પેકેટ તમને આપશે અને તેમાં કેટલા હીરા છે તે આપ જણાવી દેશો તો હું આપની આ તમામ શક્તિઓને સ્વીકારવા તૈયાર છો તેની સાથે આ તમામ હીરા હું આપને સમર્પિત કરી દઈશ.
તેની સાથે પૂરી ટીમને પણ આમંત્રણ આપવાનું કહ્યું છે. તે વીડિયોમાં વધુ જણાવતા કહે છે કે અહીં કરોડો રૂપિયાના ખર્ચે દરબાર ભરીને લોકોની આસ્થા અને શ્રદ્ધા સાથે ખીલવાડ કરવામાં આવે છે આ ગુજરાતની ધર્મ પ્રેમી જનતાએ આસારામ અને તેની જેવા કેટલાય ઢોંગી બાવાઓને તગેડી મૂક્યા છે. ગુજરાતની જનતાએ બજરંગદાસ બાપા અને જલારામ બાપા જેવા આદર્શ સંતને જ સ્વીકારે છે કારણ કે તે સંતો આવા દરબાર યોજીને અંતશ્રદ્ધા ફેલાતા ન હતા પરંતુ તે પોતાનો ધર્મ અને સંસ્કૃતિ નો માર્ગ બતાવતા હતા તેને આવા દરબાર કરવાની જરૂર જ નથી પડી.
તે વીડિયોમાં વધુ જણાવતા કહે છે કે સુરતની સાથે સાથે સમગ્ર ગુજરાતની પ્રજાને જાગૃત થવું પડશે તેમાં આપ સૌના સાથ અને સહકારની જરૂર છે આપણે સૌ લોકોએ સાથે મળીને આ તમામ અંધશ્રદ્ધા ફેલાવતી પ્રવૃત્તિઓનો વિરોધ કરવો જોઈએ. તેવામાં આ વિડીયો વિરોધના વાયરા વચ્ચે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં લોકો કમેન્ટ્સ કરીને અલગ અલગ પ્રતિસાદ આપતા જોવા મળ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ વીડિયોની અસર કેટલી સુધી થઈ શકે છે.