સાબરકાંઠામાં યોજાયા ખુબ અનોખા લગ્ન ! 70 વર્ષના વડીલ યુગલે પ્રભુતામાં પગલાં માંડયા, 10 દીકરા અને 50 પૌત્ર-પૌત્રીએ હાજરી…જુઓ તસ્વીર

મિત્રો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણું રાજ્ય વિવિધતાથી ભરેલું રાજ્ય છે, આપણા રાજ્યના અનેક ગામો તથા જિલ્લાઓમાં અનોખી અનોખી લગ્ન તથા અનેક એવા પ્રસંગોને લઈને અલગ અલગ પ્રથાઓ રહેતી હોય છે. એવામાં સાબરકાંઠા જિલ્લામાંથી એક ખુબ જ ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુગલે 70 વર્ષની વયમાં લગ્ન સબંધે બંધાયા હતા. જાણવા મળ્યું છે કે આ લગ્નનો કિસ્સો પોષા તાલુકાના નાડા ગામમાંથી સામે આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લાની અંદર રહેતા આદિવાસીઓ દ્વારા પોતાની અનોખા રિવાજ તથા શૈલીને લઈને ખુબ પ્રખ્યાત માનવામાં આવે છે, જણાવી દઈએ 70 વર્ષીય દાદા-દાદીના ખુબ ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા. આ લગ્નની ખાસ વાત તો એ છે કે લગ્નની અંદર આ યુગલના 10 દીકરાઓ તથા 50 પૌત્ર-પૌત્રી લગ્નમાં સાક્ષી બન્યા હતા અને આવા લગ્નનો ખુબ આનંદ માણ્યો હતો.
નાડા ગામની અંદર યોજાયેલા આ અદભુત લગ્નને આદિવાસી સમાજના રીતિરીવાજો અનુસાર આ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ સાથે તથા ખુબ ધામધૂમથી આ દાદા-દાદીના લગ્ન કરાવવામાં આવ્યા હતા. પીઠીની રસમથી શરૂઆત કરીને જાન સુધીની તમામ વિધિને ખુબ ધામધૂમથી કરવામાં આવી હતી.
70 વર્ષના દાદાને પીઠ પણ લગાવાઈ ગઈ હતી જ્યારે દાદીમા ચાલવામાં અશક્ત રહેતા તેઓને પુત્રોએ તેડીને ફરી વખત ફેરા ફેરવ્યા હતા. આ રિવાજો અનુસાર કહીએ તો જાણવા જાણવા મળ્યું છે કે આદિવાસી સમાજમાં એવો રિવાજ હોય છે કે લગ્નની ઉંમરે પૈસા ન હોવાથી તેઓ ધામધૂમથી લગ્ન કરી શકતા નથી આથી આગેવાનોની સંમતિથી પતિ-પત્ની સાથે રહીને સંસાર માંડી શકતા હોય છે અને પછી જયારે લગ્ન કરવાની વ્યવસ્થા થાય તે સમયે લગ્ન કરી શકે છે.
70 વર્ષની વયે આ દાદા-દાદીને પૈસાની વ્યવસ્થા થતા તેઓએ હવે ચેક પોતાના પુત્રો તથા પૌત્ર-પૌત્રીની હાજરીમાં લગ્ન સબંધે બંધાયા હતા, આવા લગ્ન જોવા માટે આખું ગામ આ લગ્નમાં ઉમટી પડ્યું હતું અને આનંદ તથા ઉત્સાહ સાથે લગ્નની અંદર ભાગ લીધો હતો.