જામનગરમાં બે બાળક અને એક દંપતિ એમ 4 વ્યક્તિએ લીધી દીક્ષા..દિક્ષાર્થીઓના એવો વરઘોડો કાઢ્યો કે લોકો જોતા જ રહી ગયા..જુઓ

જામનગરમાં બે બાળક અને એક દંપતિ એમ 4 વ્યક્તિએ લીધી દીક્ષા..દિક્ષાર્થીઓના એવો વરઘોડો કાઢ્યો કે લોકો જોતા જ રહી ગયા..જુઓ

જામનગરમાં જૈન સમાજના બે બાળક અને એક દંપતિ એમ 4 દિક્ષાર્થીઓના વર્ષીદાનનો તેમજ તપસ્વી ગૃહિણીનો વરઘોડો જૈનાચાર્યો અને આદીઠાણા ગુરુજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જે બાદ વર્ષીતપના પારણા ગ્રેઈન માર્કેટ નજીક આવેલી અમૃતવાડી ખાતે ગુરુજનોના માંગલિક પ્રવચન બાદ યોજાયા હતા.

શહેરમાં અગામી તા.3 મે ના રોજ કામદાર કોલોની જૈન સંઘના 10 વર્ષના બે બાળ મુમુક્ષુઓ મોક્ષ રાકેશ કોરડીયા અને જૈનમ નિલેશ હરણીયાની દિક્ષા વિધિ ઓશવાળ સેન્ટર ખાતે યોજવામાં આવશે.

આ ઉપરાંત શિહોરવાળા પરિવાર તરીકે ઓળખાતા ઋષભ ચંદ્રકાંતભાઈ શાહ તેમજ તેના પત્ની હેમલબેન શાહ પરિવારના દંપતિની દિક્ષાવિધિ અન્ય સ્થળે યોજાઈ છે.

આ ચારેય દિક્ષાર્થી મુમુક્ષુઓના વર્ષીદાનનો વરઘોડો તેમજ એક દિવસ જમવાનું અને એક દિવસ ઉપવાસ એમ કુલ 400 એકાસણાનું તપ કરનારા લીનાબેન રાકેશભાઈ મહેતા નામના ગૃહિણીના તપના પારણા પ્રસંગે વીશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ દ્વારા ચાંદી બજારમાં આવેલા શેઠજી દેરાસર ખાતેથી એક વરઘોડો યોજવામાં આવ્યો હતો.

આ વરઘોડામાં આચાર્યો અગ્રસ્થાને મનમોહનસુરીશ્ર્વરજી હેમપ્રભસુરીશ્વરજી તેમજ લલીતશેખરસુ૨ીજી, મનમાં, આદીઠાણા રહ્યા હતા. વરઘોડાનું પ્રસ્થાન થયા બાદ સજુબા સ્કુલ, ગ્રેઈનમાર્કેટ થઈને ત્રંબોલી માર્કેટ પાસે આવેલી અમૃતવાડી ખાતે તેનું સમાપન થયું હતું. જ્યાં આચાર્ય ગુરુદેવોએ માંગલિક ભણાવ્યું હતું. તપસ્વીના પારણા થયા હતા તે બાદ સામુહિક ભોજન યોજાયું હતું.

આ શોભાયાત્રામાં સમસ્ત જૈન યુવા સંગઠનના પ્રમુખ નિલેશભાઈ કગથરા, વિશા શ્રીમાળી તપગચ્છ સંઘના પ્રમુખ ભરતભાઈ વસા. ચેરમેન મનિષભાઈ વોરા, પિયુષભાઈ પારેખ સહિતના શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા હતા.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *