જન્મદિવસ મનવા જતા હતા અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માતમાં 3 ના મૃત્યુ – ઓમ શાંતિ

હાલમાં ગુજરાતમાં અકસ્માતના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ઘણીવાર લોકો વાહનોની વધુ ગતિના કારણે તો ક્યારેક અમુક ભૂલના કારણોથી મોતને ભેટતા હોય છે જેને કારણે અન્ય લોકો મોટા પ્રમાણમાં ઇજાગ્રસ્ત થતા હોય છે તેવામાં હાલમાં જ આણંદમાંથી એક ગંબે અકસ્માતની ઘટના સામે આવી છે કે જેમાં આણંદ નજીકથી પસાર થતાં એક્સપ્રેસવે પર સોમવારના રોજ ઝડપથી આવેલા કાર ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી આ અકસ્માત ખૂબ જ ગંભીર હતો. આ કારમાં ત્રણ યુવકો સવાર હતા .જેમાંથી એક યુવકનો જન્મદિવસ હતો તેઓ જન્મદિવસની ઉજવણી કરી અમદાવાદથી વડોદરા જઈ રહ્યા હતા પરંતુ કમ નસીબે આ અકસ્માત નડ્યો હતો અંતે તેઓ મોતને ભેટીયા હતા.
આ અકસ્માતની જાણ થતા ની સાથે જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ થતા ની સાથે તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી આ ગંભીર અકસ્માતને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. આ કારમાં અમદાવાદમાં રહેતા પાંચ મિત્રો હતા જેમાંથી અમન માર્ક ક્રિશ્ચન ધ્રુમિલ મંથન દવે અભિષેક લક્ષ્મણ પવાર સહિતના પાંચ મિત્રો સવાર હતા જેમાંથી ત્રણ મિત્રોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા તેઓ એક્સપ્રેસ હાઈવે પર ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેની આગળ જઈ રહેલા ટ્રક સાથે ખૂબ જ ગંભીર રીતે અથડાયા હતા જેને કારણે આકાર ટ્રક સાથે અડી ગઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો આગળનો ભાગ ટ્રકની અંદર ઘૂસી ગયો હતો અને ગાડીના ટુકડા થઈ ગયા હતા ટ્રકની પાછળની બાજુએ ટક્કર થતાં કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં અમન અને માર્ગને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી તેથી તેને વડોદરા ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બાકીના ત્રણ મિત્રોને ગંભીર ઇજા થતાં તે મોતને ભેટ્યા હતા.
મૃત્યુ ના સમાચાર પરિવારજનોને ખબર પડવાની સાથે જ તેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો જેમાં એક મૃતક મિત્રનો જન્મદિવસ હતો તેથી જ તે કેક કાપી ઉજવણી માટે નીકળ્યા હતા પરંતુ કોને ખબર હતી કે તેનો જન્મદિવસ જ તેનો અંતિમ દિવસ બની જશે આ કારણથી જ આસપાસનું વાતાવરણ શોક મગ્ન બન્યું હતું. આસપાસના દ્રશ્યો ટ્રાફિક જામ સર્જાતા પોલીસ આવતાની સાથે જ આ તમામ ટ્રાફિકજામ સાફ થયો હતો.