નડિયાદની 21 વર્ષની વિધિ જાદવ શહીદ પરિવારનો કરે છે રાત -દિવસ મદદ .! અડદી રાત્રે પણ મદદ કરવા દોડીને આવે છે….લોકો કરી રહ્યા છે ખુબ જ વખાણ…જુઓ

નડિયાદની 21 વર્ષની વિધિ જાદવ શહીદ પરિવારનો કરે છે રાત -દિવસ મદદ .! અડદી રાત્રે પણ મદદ કરવા દોડીને આવે છે….લોકો કરી રહ્યા છે ખુબ જ વખાણ…જુઓ

ઘણા લોકો એવા હોય છે જે બીજા લોકોની મદદ કરવામાં પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેતા હોય છે. ઘણા લોકો શહીદ જવાનોના પરિવારની પણ ઘણી રીતે મદદ કરતા હોય છે. ત્યારે હાલમાં એક દીકરીની કહાની ખૂબ ચર્ચામાં છે જે માત્ર 21 વર્ષની છે અને તે ગુજરાતના નડિયાદની છે. પરંતુ જ્યારે શહીદ વીર જવાનના પરિવાર માટે અડધી રાતે પણ કામ કરવાની વાત આવે ત્યારે 21 વર્ષની વિધી જાદવ લગભગ ઘણા લોકોને યાદ આવે છે. વિધિએ દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. તે શહીદના કૂટુંબ માટે જે કંઇ પણ કરી રહી છે તેના વિશે જાણી તો ઘણા લોકોનું હૈયું ભરાઈ આવે છે.

માત્ર 21 ઉંમરે તેની દેશભક્તિ અને શહીદો પ્રત્યેની લાગણી આસમાનને પેલે પાર છે. તે અત્યાર સુધીમાં 300થી પણ વધારે શહીદના પરિવારને મળી છે અને તેને મદદ કરી છે. ખેડાના નડિયાદમાં રહેતી વિધિના ધ્યાને ખાસ કરીને જો કોઇ શહીદ થઈ એ ઘટના ધ્યાનમાં આવે કે તે તરત જ તે પરિવારને મળવા અને તેને મદદરૂપ બનવાનું આયોજન કરે છે. તે કોઇ અમીર પરિવારમાંથી નથી આવતી, તેનો પરિવાર કે મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગનો છે.

પણ જો ઘણીવાર કોઈ દાતા ન મળે તો પણ તે આર્થિક ભારણ વેઠીને સૈનિક પરિવારની મદદ અચૂકથી કરે છે. લગભગ બે વર્ષ પહેલા વિધિ જાદવે રક્ષાબંધન પર દેશની સીમાઓ પર ઘરબાર અને બહેનની મમતાનો મોહ ત્યાગી અવિરત અને કઠીન ફરજો બજાવતા સૈનિકો સુધી રાખડીઓ બાંધી હતી અને તેમની સાથે રક્ષાબંધન મનાવી હતી. દેશમાં કોઈપણ સૈનિક શહીદ થાય ત્યારે વિધિ તેના પરિવારને આશ્વાસન પત્ર લખે છે અને તેમને પાંચ હજાર મોકલી આપે છે.

તેણે અત્યાર સુધી 300થી પણ વધારે શહીદ જવાનોના પરિવારને સહાય પૂરી પાડી છે. આ સિવાય તેણે જમ્મુ કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલા 40 જવાનોના પરિવારને પણ પત્ર લખી, દરેક પરિવારને રૂપિયા 11 હજાર મોકલી ટેલીફોનીક સંપર્ક કરી વાતચીત કરી છે. જણાવી દઇએ કે, જ્યારે વિધિ છઠ્ઠા ધોરણમાં ભણતી હતી ત્યારે તે એક દિવસ તેના પિતાની સાથે ટીવી પર સમાચાર જોઈ રહી હતી.

દરમિયાન અરવિંદભાઈ સેનવા નામના ગુજરાતના એક આર્મી યુવાનના શહીદ થયાના સમાચાર આવ્યા અને અગિયાર વર્ષની દીકરી એવી હચમચાવી ગઇ કે તે શહીદ પરિવારની એક હુંકારો આપતી જીવતી જાગતી મિસાલ બની. તેણે તેના પિતાને કહ્યું- પપ્પા આપણે આ લોકો માટે કંઈક કરવું જોઈએ. દીકરીની લાગણી જોઈ તેના પિતા પણ બોલ્યા કે, બેટા એક કામ કરી શકાય. તું એ પરિવારને એક હજાર રૂપિયાની આર્થિક મદદ કર. જો કે, આ સમયે વિધિ બોલી કે એક હજારથી તો કાંઈ ન થાય, પાંચ હજાર આપીએ.

જો કે, આ તો પછી પરંપરા બની ગઇ અને હજી પણ સતત ચાલી રહી છે. વિધિ જેવી રીતે શહીદોના પરિવારને મળતી ગઈ તેમ તેની અંદરની ભાવનામાં વધારો થતો ગયો અને તે અત્યાર સુધી અને શહીદોના પરિવારને ટેકો કરાી ચૂકી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે વિધીને ગુજરાત લેવલે સન્માન આપ્યું હતું અને આ સાથે 12 જાન્યુઆરીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ વિધીની આ કામગીરીને વધાવી હતી. નેશનલ યુથ ડે નિમિત્તે ગુજરાતમાંથી 8 લોકોની પસદંગી કરવામાં આવી હતી જેમાં એક નામ વિધીનું પણ હતું.

niru patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *